તમારું Whatsapp થઇ શકે છે બેન! આ રીતે જાણો એપ અસલી છે કે નકલી

મેસેજિંગ એપ Whatsapp નો ઉપયોગ કરનાર યૂજર્સ માટે મોટા સમાચાર છે. જો તમેપણ વોટ્સઅપનું સબ્સિટ્યૂટ એટલે બીજા વોટ્સઅપનો ઉપયોગ કરો છો તો એલર્ટ થઇ જાવ. વોટ્સઅપના ક્લોન્ડ એપનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ગત કેટલાક દિવસોમાં નકલી Whatsapp ઉપયોગ કરનારા યૂજર્સની સંખ્યામાં મોટો વધારો થયો છે. વોટ્સઅપે યૂજર્સને ચેતાવણી આપી છે કે આ એપનો ઉપયોગ બંધ કરી દે. વોટ્સઅપે કહ્યું કે પોતાનું એકાઉન્ટ જલદી અસલી વોટ્સઅપમાં સ્વિચ કરી દે. જો કોઇ યૂજર્સ આમ નહી કરે તો તેનું એકાઉન્ટ હંમેશા માટે બેન થઇ શકે છે. 

Updated By: May 8, 2019, 01:53 PM IST
તમારું Whatsapp થઇ શકે છે બેન! આ રીતે જાણો એપ અસલી છે કે નકલી

નવી દિલ્હી: મેસેજિંગ એપ Whatsapp નો ઉપયોગ કરનાર યૂજર્સ માટે મોટા સમાચાર છે. જો તમેપણ વોટ્સઅપનું સબ્સિટ્યૂટ એટલે બીજા વોટ્સઅપનો ઉપયોગ કરો છો તો એલર્ટ થઇ જાવ. વોટ્સઅપના ક્લોન્ડ એપનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ગત કેટલાક દિવસોમાં નકલી Whatsapp ઉપયોગ કરનારા યૂજર્સની સંખ્યામાં મોટો વધારો થયો છે. વોટ્સઅપે યૂજર્સને ચેતાવણી આપી છે કે આ એપનો ઉપયોગ બંધ કરી દે. વોટ્સઅપે કહ્યું કે પોતાનું એકાઉન્ટ જલદી અસલી વોટ્સઅપમાં સ્વિચ કરી દે. જો કોઇ યૂજર્સ આમ નહી કરે તો તેનું એકાઉન્ટ હંમેશા માટે બેન થઇ શકે છે. 

આ બે એપ પર ન ચલાવો વોટ્સઅપ
વોટ્સએપે પોતાના રિસર્ચ જાણ્યું કે તેના ઘણા યૂજર્સ વોટ્સઅપ સાથે ભળતી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરે છે. તેમાં ખાસકરીને બે એપ એવી છે, જેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેમાં GB Whatsapp અને Whatsapp Plus સામેલ છે. વોટ્સએપે પોતાના યૂજર્સને તાત્કાલિક આ એપનો ઉપયોગ બંધ કરવા માટે કહ્યું છે. વોટ્સઅપે કહ્યું કે તે ઓરિજનલ વોટ્સઅપ પર તાત્કાલિક શિફ્ટ થઇ જાય. 

આ રીતે ખબર પડશે અસલી-નકલીનો ફરક
વોટ્સઅપે પોતાની ફ્રીક્વેંટલી આસ્કડ ક્વેશ્ચન (FAQ) સેક્શનમાં તેની જાણકારી આપી છે. જો યૂજરના એકાઉન્ટમાં 'Temporarily banned' લખીને આવી રહ્યું છે તો તેનો અર્થ ચેહ કે યૂજર અસલી અને અપડેટેડ વોટ્સઅપ યૂઝ કરી રહ્યો નથી. ઓરિજનલ એપ સાથે છેડછાડ કરી તેના ક્લોન્ડ વર્જન તૈયાર કરવામાં આવ્યા છે. થર્ડ પાર્ટી એપ્સ વોટ્સઅપના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને વોટ્સઅપ એવી એપ્સને સપોર્ટ કરતી નથી. તેનાથી તમારો ડેટા ચોરી થવાનો ખતરો છે. 

ચેટ બેકઅપલ લેવામાં ભૂલ
વોટ્સઅપે આ એપ્સ દ્વારા સ્વિચ કરવાની રીત પણ જણાવી છે. વોટ્સઅપે કહ્યું કે જો તમે એવી કોઇ થર્ડ પાર્ટી એપ યૂઝ કરી રહ્યા છો તો ઓફિશિયલ એપ પર સ્વિચ કરતાં પહેલાં ચેટનો બેકઅપ લેવાનું ભૂલશો નહી. તેમાં ચેટ ઓફિશિયલ એપમાં પહેલાંની માફક રિફ્લેક્ટ થઇ શકે છે.

આ રીતે કરો ઓરિજનલ વોટ્સઅપ પર સ્વિચ
હવે સ્વિચ કરવા માટે સૌથી પહેલાં તમે More Options > Settings > Help > App info માં જઇને એપનું નામ જુઓ. આ નામ Whatsapp Plus અથવા GB Whatsapp હોય તો નિર્દેશોને ફોલો કરો. ઓફિશિયલ વોટ્સઅપ ડાઉનલોડ કરતાં પહેલાં ચેટ હિસ્ટ્રી જરૂર સેવ કરી લો. 

ફોલો કરો આ સ્ટેપ્સ
જીબી વોટ્સઅપ પરથી ઓફિશિયલ એપ પર સ્વિચ કરવા માટે તમરે બેન પીરિયડ ઓવર થવાની રાહ જુઓ.
ટાઇમર જોવા મળશે કે કેટલા સમય માટે છે
હવે GB Whatsapp માં More options>Chats>Back up chats પર ક્લિક કરો. 
ત્યારબાદ ફોન સેટિંગ્સમાંથી સ્ટોરેજ અને ફાઇલ્સમાં જાવ. અહી GB Whatsapp ફોલ્ડરને શોધો અને સિલેક્ટ કરો.
ત્યારબા આ ફોલ્ડરનું નામ બદલીને 'GB Whatsapp' માંથી 'Whatsapp' કરી દો.
હવે પ્લેસ્ટોર પર જઇને ઓફિશિયલ વોટ્સઅપ ડાઉનલોડ અને ઇંસ્ટોલ કરો.
પોતાના જીબી વોટ્સઅપવાળા નંબરને વેરિફાઇ કરાવો. Backup Found સ્ક્રીન પર Restore>Next પર ક્લિક કરો.
તમારા એકાઉન્ટમાં બધી ચેટ પહેલાંની માફક દેખાવા લાગશે અને તમે ઓફિશિયલ વોટ્સઅપનો ઉપયોગ કરી શકશો.