માત્ર 11 રૂપિયામાં 28 દિવસ કોલિંગ અને દરરોજ 4 GB ડેટાની ઓફર આપી રહી છે આ કંપની

Vi કંપનીએ શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે, જે હેઠળ દરરોજ માત્ર 11 રૂપિયા ખર્ચ કરીને અનલિમિડેટ કોલિંગ, હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને 100 ફ્રી એસએમએસનો લાભ લઈ શકો છો.   

Updated By: Jun 4, 2021, 07:32 PM IST
માત્ર 11 રૂપિયામાં 28 દિવસ કોલિંગ અને દરરોજ 4 GB ડેટાની ઓફર આપી રહી છે આ કંપની

નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની વોડાફોન આઇડિયા  (Vi) સતત પોતાના ગ્રાહકો માટે નવા-નવા પ્લાન લોન્ચ કરી રહી છે. તે હેઠળ યૂઝર્સને ઓછા ભાવમાં હાઈ સ્પીડ 4જી ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આજે અમને તમને વીઆઈના આવા સસ્તા પ્લાનની માહિતી આપીશું, જેમાં તમને દરરોજ 11 રૂપિયાથી ઓછા ખર્ચમાં 4જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS ની સુવિધા મળશે.

માત્ર 11 રૂપિયામાં અનેક ફાયદા
વોડાફોન આઇડિયાએ હાલમાં 299 રૂપિયાવાળો એક પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનને એક્ટિવેટ કરાવવા પર ગ્રાહકોને દરરોજ 4GB ડેટા, અનલિમિડેટ કોલિંગ અને 100 SMSની સુવિધા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં મળનાર કુલ ડેટાની વાત કરવામાં આવે તો 112GB ડેટા મળશે. એટલે કે તમે દરરોજ 11 રૂપિયા કરતા ઓછા ખર્ચે આ બધી સુવિધાનો લાભ લઈ શકશો. એટલું જ નહીં આ પ્લાનમાં તમને Binge All Night ની સુવિધા મળશે. જેમાં તમે રાત્રે 12થી સવારે 6 કલાક સુધી ફ્રી ઇન્ટરનેટ સર્ફિંગ કરી શકો છો. તે સિવાય તેમાં વીકેન્ડ ડેટા રોલઓવર અને Vi movies and TV નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. 

આ પણ વાંચોઃ POCO પોતાનો પહેલો 5G સ્માર્ટફોન 8 જૂને લોન્ચ કરશે, જુઓ શું છે આ ફોનમાં ખાસ

56 દિવસ માટે બધુ ફ્રી
399 રૂપિયામાં પણ Vi એ એક ખાસ પ્લાન શરૂ કર્યો છે, જેની વેલિડિટી 56 દિવસની હોય છે. આ પ્લાનને એક્ટિવેટ કરાવવા પર ગ્રાહકોને 1.5GB ડેટા અને 100 SMS અને અનલિમિડેટ કોલિંગની સુવિધા મળે છે. આ સાથે તેમાં બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર, વીઆઈ મુવી અને ટીવીનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. તમે આગામી રિચાર્જ પર 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન પણ મેળવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube