Vivo V20 SE ભારતમાં થયો લોન્ચ, જાણો કીંમત, ફીચર્સ અને ખાસિયત

Vivo એ ભારતમાં Vivo V20 SE (Special Edition) લોન્ચ કરી દીધો છે. તાજેતરમાં જ કંપનીએ ભારતમાં ગ્રેડિએન્ટ ડિઝાઇન સાથે Vivo V20  લોન્ચ કરી દીધો છે. 

Vivo V20 SE ભારતમાં થયો લોન્ચ, જાણો કીંમત, ફીચર્સ અને ખાસિયત

નવી દિલ્હી: Vivo એ ભારતમાં Vivo V20 SE (Special Edition) લોન્ચ કરી દીધો છે. તાજેતરમાં જ કંપનીએ ભારતમાં ગ્રેડિએન્ટ ડિઝાઇન સાથે Vivo V20  લોન્ચ કરી દીધો છે. 

Vivo V20 SE એક મિડ રેંજ સ્માર્ટફોન છે અને તેની કિંમત 20,990 રૂપિયા રાખવામાં આવી છે. આ કીંમતમાં 8G રેમ સાથે 128GB સ્ટોરેજ વેરિએન્ટ મળશે. 

Vivo V20 SE ના બે કલર વેરિએંટ્સ- એક મરીન ગ્રીન અને ગ્રેવિટી બ્લેક છે. આ સ્માર્ટફોનનું વેચાણ મંગળવારે એટલે કે 3 નવેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. તેને વીવોના ઇ-સ્ટોર સહિત ઇ-કોમર્સ વબસાઇટ પરથી ખરીદી શકાશે. 

Vivo V20 SE સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
Vivo V20 SE માં 6.44 ઇંચની ફૂલ એચડી પ્લ્સ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. એસ્પેક્ટ રેશિયો 20:09 છે. આ ફોનમાં Qualcomm Snapdragon 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 

Vivo V20 SE માં Android 10 બેસ્ડ Funtouch OS આપવામાં આવી છે. જોકે Vivo V20 ને કંપનીએ Android 11 સાથે લોન્ચ કર્યો હતો. તેમાં કંપની પણ કંપની Android 11 આપ્યું હોય તો સારું હતું. 

Vivo V20 SE ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છો. બીજો 8 મેગાપિક્સલનો છે, ત્રીજો કેમેરો 2 મેગાપિક્સલનો છે. માઇક્રો અને ડેપ્થ કેમેરા છે. સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 

Vivo V20 SE માં અંડર ડિસ્લ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર છે અને કનેક્ટિવિટી માટે તેમાં USB Type Cનો સપોર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત Bluetooth 5.0, GPS, FM Radio જેવા સ્ટાડર્ડ ફીચર્સ છે. Vivo V20 SE માં 4,100mAh ની બેટરી આપવામાં આવી છે. આ સાથે જ 33W નું ફ્લેશ ફાસ્ટ ચાર્જ સપોર્ટ આપવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news