Vivo લોન્ચ કરી શકે છે નવી સબ બ્રાન્ડ Jovi, AI ફીચર્સથી સજ્જ હશે આ 3 ફોન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
ચીની સ્માર્ટફોન કંપની Vivo પોતાનું નવી સબ બ્રાન્ડ લોન્ચ કરી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો કંપની Joviના નામથી પોતાના નવા ફોન લોન્ચ કરશે, જે દમદાર ફીચર્સની સાથે આવશે. આ બ્રાન્ડ મારફતે કંપની યુવાઓને ટાર્ગેટ કરવા માંગે છે, જે AI અને બીજા ફીચર્સવાળા ફોન્ચ ઈચ્છે છે. આ બ્રાન્ડના ત્રણ ફોન્સને GSMA ડેટાબેસમાં સ્પોટ કરવામાં આવ્યોછે.
વીવો નવા વર્ષે એક નવી સબ બ્રાન્ચ લોન્ચ કરી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો આ સબ બ્રાન્ડનું નામ Jovi હશે. આ બ્રાન્ડ નેમને ત્રણ અપકમિંગ સ્માર્ટફોનના ડેટાબેસમાં મળી આવ્યું છે. આ ત્રણેય સ્માર્ટફોન Jovi બ્રાન્ડ હેઠળ લોન્ચ થઈ શકે છે. જોકે, આ ત્રણેય ફોન સંપૂર્ણપણે નવા નહીં હોય.
કંપની તેણે રિબ્રાવ્ડેડ વર્ઝનના રૂપમાં લોન્ચ કરી શકે છે. વીવોની સબ બ્રાન્ડ Jovi ને GSMA ના ડેટાબેસમાં સોપ્ટ કરવામાં આવ્યાછે. આવો જાણીએ આ બ્રાન્ડ વિશે ખાસ વાતો...
વીવોની નવી બ્રાન્ડ Jovi
SmartPrix ના રિપોર્ટ મુજબ કંપની ત્રણ નવા સ્માર્ટફોન Jovi V50, Jovi V50 Lite 5G અને Jovi Y39 5G ને લોન્ચ કરી શકે છે. આ ત્રણેય હેડસેટના મોડ નંબર V2427, V2440 અને V2444 છે. તેમાંથી V2427 અને V2440 ને Vivo V50 અને Vivo V50 Lite 5G ના રિબ્રાન્ડેડ વર્ઝન ગણાવવામાં આવી રહ્યું છે.
જ્યારે Jovi Y39 5G એક મિડ રેન્જ અથવા તો બજેટ ડિવાઈસ હોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે Vivo પોતાના નવા બ્રાન્ડ મારફતે યુવાઓને ટાર્ગેટ કરવા માંગે છે. તેના માટે કંપની AI અને બીજી ટેક્નોલોજીની સાથે આ બ્રાન્ડને પ્રમોટ કરી શકે છે.
ક્યા સુધીમાં લોન્ચ થશે ફોન?
તમને જણાવી દઈએ કે વીવો BBK ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશનનો ભાગ છે. OnePlus, iQOO, Oppo, imoo અને Realme જેવી બ્રાન્ડ્સ પણ BBK ઈલેક્ટ્રોનિક્સનો ભાગ છે. કંપની Jovi બ્રાન્ડ મારફતે ચીનમાં Xiaomi ના Redmi અને Poco બ્રાન્ડથી મળી રહેલા પડકારોને ટાર્ગેટ કરશે.
જોકે, GSMA ડેટાબેસમાં સ્માર્ટફોનનું રજિસ્ટ્રેશન એક શરૂઆતી કદમ હોય છે. આ રજિસ્ટ્રેશનનો એવો મતલબ બિલકુલ નથી કે કંપની આ બ્રાન્ડને લોન્ચ કરશે જ.. જો વીવો આ બ્રાન્ડને લોન્ચ કરે છે તો કયા માર્કેટમાં તેનો વિસ્તાર કરશે, તેના વિશે હાલ કોઈ જાણકારી નથી. આશા છે કે કંપની નવા વર્ષે આ બ્રાન્ડને લોન્ચ કરી શકે છે.