Aadhar Card and PAN Card Rule: AADHAR કાર્ડ અને PAN કાર્ડ આપણા જીવનના સૌથી અગત્યના ડોક્યુમેન્ટ્સ છે. કોઈ પણ કામગીરી માટે આ ડોક્યુમેન્ટ્સ કામ આવતા હોય છે. જીવતા હોય ત્યારે દરેક નાના મોટા સરકારી કામમાં, અભ્યાસમાં  આ ડોક્યુમેન્ટ્સ કામમાં આવતા હોય છે. બેન્કમાં ખાતું ખોલવાથી લઈને મોટામાં મોટા વ્યવસાય માટે આધારકાર્ડ અને પાનકાર્ડ જરૂરી હોય છે. અહીં તમને જણાવીએ કે જો કોઈનું મૃત્યુ થાય તો તેના Aadhar Card અને PAN Card જેવા ડોક્યુમેન્ટસનું શું કરવું જોઈએ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


શું જમાનો આવી ગયો..? હવે આ રીતે Hackers તમને કરી દેશે કંગાળ અને પોતે થશે માલામાલ


છોડો AC અને કુલર! ખરીદો 400 રૂપિયાનું આ નાનું AC, 1 લીટર પાણીમાં આખુ ઘર થઈ જશે ઠંડું


બાઈક્સના બાદશાહે તૈયાર કર્યું ઈલેક્ટ્રિક ચેતક, આટલી છે કિંમત અને રેન્જ


મોત બાદ PAN કાર્ડનું શું કરવું?
બેન્ક એકાઉન્ટ, ડિમેટ એકાઉન્ટ અને આવકવેરાના રિટર્ન માટે પાનકાર્ડ સૌથી જરૂરી દસ્તાવેજ છે. અન્ય ઓળખના પુરાવાની સાથે પાનકાર્ડ પણ અનિવાર્ય છે.આ કાર્ડ ત્યા સુધી સાચવીને રાખવું પડે છે જ્યા સુધી તે સંપૂર્ણ બંધ નથી થઈ જતું. ઈન્કમટેક્સ રિટર્ન કરવાની સાથે IT ડિપાર્ટમેન્ટની તમામ પ્રક્રિયાઓ માટે PAN કાર્ડ જરૂરી છે.


PAN કાર્ડ જમા કરાવતા પહેલા રાખો ધ્યાન
યાદ રાખો કે આવકવેરા વિભાગ પાસે અધિકાર છે કે તે ચાર વર્ષના એસેસેમેન્ટને ફરી શરૂ કરી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ મૃતકનો ટેક્સ રિફંડ બાકી હોય તો એ વાત જાણી લેવાની કે તેના ખાતામાં ક્રેડિટ થઈ ગયા હશે કે રિફંડ આવી ગયા હશે. એક વખત ખાતું બંધ કર્યા પછી, આવકવેરા રિટર્ન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ મૃતક વ્યક્તિનો કાનૂની રીતે ઉત્તરાધિકારી પાનકાર્ડને આવકવેરા વિભાગને સોંપી શકે છે. પાન કાર્ડ સંરેડર કરતા પહેલા મૃતકના તમામ બેન્ક ખાતા કોઈ બીજી વ્યક્તિના નામ પર ટ્રાન્સફર કરી દેવા જોઈએ અથવા બંધ કરી દેવું જોઈએ.


PAN કાર્ડને જમા કેવી રીતે કરાવશો?
PAN કાર્ડને સરેંડર કરવા માટે મૃતક વ્યક્તિના ઉત્તરાધિકારીએ એસેસમેન્ટ ઓફિસરને એક એપ્લિકેશન લખવી પડશે. જે વિસ્તારમાં પાનકાર્ડ રજિસ્ટર થયું હોય તે અધિકારીને એપ્લિકેશન આપવામાં આવે છે. જેમાં નામ, પાન નંબર,મૃતકની જન્મતિથી અને મૃતકના ડેથ સર્ટીફિકેટની કોપી અટેચ કરવાની રહેશે. જો કે મૃતકના પાનકાર્ડને બંધ કરાવી દેવું અનિવાર્ય નથી. જો તમને એમ લાગે કે ભવિષ્યમાં પાનકાર્ડની જરૂરિયાત રહેશે તો તમે સાથે રાખી શકો છો.


આ પણ વાંચો:


આ નંબર પર કરો SMS અને Aadhaar Card થઈ જશે લોક, તમારા સિવાય કોઈ નહીં કરી શકે ઉપયોગ


પાસપોર્ટ રિન્યૂ કરવું થયું હવે વધુ સરળ, આ રીતે ઘરબેઠાં Online થશે કામ


Whatsapp પર છાનુંમાનું કોણે કોણે જોવે છે તમારું DP.. જાણવું હોય તો આ રહી Tricks


મૃત્યુ બાદ AADHAR CARDનું શું કરશો?
આધારકાર્ડ ઓળખપત્ર, એડ્રેસ પ્રુફ, સહિતનો જરૂરી દસ્તાવેજ છે. LPG ગેસ સબસિડી, સ્કોલરશીપ બેનિફિટ્સ, અને આ સહિતની તમામ સરકારી સ્કીમ માટે આધારકાર્ડ જરૂરી રહે છે. આધારમાં એક યુનિક નંબર છે. તેથી મૃત્યુ બાદ પણ આ નંબર યથાવત રહે છે અને આ નંબર કોઈ અન્યને આપી શકાતો નથી.


ડિએક્ટિવેટ નથી થતો આધાર નંબર
કોઈ વ્યક્તિનું મોત થાય તો આધારકાર્ડ ડિએક્ટિવેટ થઈ શકતું નથી. હાલમાં એવો કોઈ નિયમ નથી. કોઈ મૃત વ્યક્તિના આધારકાર્ડ કેન્સલ કરવાની વ્યવસ્થા નથી. રજીસટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા, જન્મ-મૃત્યુ રજીસ્ટ્રેશન અધિનિયમ 1969ના સુધારા માટે UIDAI પાસેથી સૂચન માગ્યા હતા. જેથી ડેથ સર્ટીફિકેટ આપતા સમયે મૃતકનું આધારકાર્ડ લઈ શકાય. 


AADHARને ડેથ સર્ટીફિકેટ સાથે લિંક કરાશે
આધારને ડિએક્ટિવેટ કરવા માટે રજિસ્ટ્રાર પાસે મૃત વ્યક્તિના આધાર કાર્ડનો નંબર લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. જો કે આ સંસ્થાઓ સાથે આધાર નંબર શેર કરવાનો ફ્રેમવર્ક તૈયાર થયા બાદ રજિસ્ટ્રાર મૃતકના આધાર નંબરને નિષ્ક્રિય કરવા માટે UIDAI સાથે શેર કરવાની કામગીરી શરૂ કરી દેશે. આધારકાર્ડ ડિએક્ટિવેટ કરવાથી અથવા ડેથ સર્ટિફિકેટ સાથે લિંક કરવાથી આધારકાર્ડનો તેના માલિકની મોત બાદ ખોટો ઉપયોગ ના થઈ શકે.