સોશિયલ મીડિયાનો 'બ્લેક ફ્રાઇડે', અડધો કલાક ડાઉન રહ્યું WhatsApp અને Instagram સર્વર

Facebook, WhatsApp અને Instagram નું સર્વર ડાઉન થયું હતું. જેના કારણે લોકોને આ સર્વિસને યૂઝ કરવામાં સમસ્યા આવી રહી છે. આ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરના ઘણા યૂઝર્સ સાથે થઈ રહ્યું છે. લોકો ટ્વિટર પર આ વિશે ટ્વીટ કરી રહ્યા છે

Updated By: Mar 19, 2021, 11:58 PM IST
સોશિયલ મીડિયાનો 'બ્લેક ફ્રાઇડે', અડધો કલાક ડાઉન રહ્યું WhatsApp અને Instagram સર્વર

નવી દિલ્હી: Facebook, WhatsApp અને Instagram નું સર્વર ડાઉન થયું હતું. જેના કારણે લોકોને આ સર્વિસને યૂઝ કરવામાં સમસ્યા આવી રહી છે. આ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરના ઘણા યૂઝર્સ સાથે થઈ રહ્યું છે. લોકો ટ્વિટર પર આ વિશે ટ્વીટ કરી રહ્યા છે. જો કે, અડધો કલાક સર્વર ડાઉન રહ્યા બાદ WhatsApp, Instagram અને Facebook ફરી શરૂ થઈ ગયા હતા.

ફેસબુક મેસેન્જર, WhatsApp અને ઇન્સ્ટાગ્રામ પર પણ મેસેજ સેન્ડ થતા નહોતા. જો કે, એપ્સ ઓપન થઈ રહી છે પરંતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ન્યૂઝ ફીડ રિફ્રેશ થઈ રહી નથી. ફેસબુક સહિત આ તમામ એપ્સમાં સમસ્યા ભારતીય સમય અનુસાર 11.05 મિનિટથી શરૂ થઈ છે. અત્યાર સુધી કંપની તરફથી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.

WhatsApp અને ઇન્સ્ટાગ્રામ આશરે 45 મિનિટ બાદ પણ કામ કરી રહ્યા નથી. જો કે, ફેસબુક એપની કેટલીક સર્વિસ હાલ પુરતી કામ કરી રહી છે. વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના મોટાભાગના યુઝર્સ માટે ટોટલ બ્લેક આઉટ છે. આ પહેલા પણ ફેસબુક ડાઉન થયું છે. WhatsApp અને ઇન્સ્ટાગ્રામ પણ ડાઉન રહ્યા છે. સમાન્ય રીતે સર્વર ડાઉન થયા બાદ કંપની સ્ટેટમેન્ટ જાહેર કરે છે, પરંતુ તે કારણ નથી જણાવતી કે આ સમસ્યા શું હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube