WhatsAppમા આવ્યું નવું ફીચર, તમને થશે આ ફાયદો

WhatsAppના નવા Beta વર્ઝનમાં કેટલાક ફીચર જોડાયા છે. iOS માટે જારી નવા 2.19.110 વર્ઝનમાં નોટિફિકેશન સાથે જોડાયેલું એક ખાસ ફીચર પણ છે.
 

WhatsAppમા આવ્યું નવું ફીચર, તમને થશે આ ફાયદો

નવી દિલ્હીઃ WhatsAppના નવા Beta વર્ઝનમાં કેટલાક ફીચર જોડાયા છે. iOS માટે જારી નવા 2.19.110 વર્ઝનમાં નોટિફિકેશન સાથે જોડાયેલું એક ખાસ ફીચર પણ છે. આ ફીચર પ્રમાણે મ્યૂટેડ ચેટ્સ ડિસ્પ્લે નોટિફિકેશન વોટ્સએપ આઇકોન પર દેખાશે નહીં. આ સિવાય ગ્રુપ પ્રાઇવેસી સેટિંગ્સમાં પણ કેટલાક ફેરફાર જોવા મળશે. 

WhatsAppનું નવું અપડેટ 78MBનું છે અને તેમાં મીડિયા એડિટિંગને પહેલાથી સરળ બનાવવામાં આવ્યું છે. આ એપ અલાઇનિંગ ફીચર મુજબ મીડિયા એડિટિંગ દરમિયાન સ્ટિકર અને ઇમોજીને યોગ્ય રીતે પ્લેસ કરી શકશો. 

WhatsApp ના સમાચારોને ટ્રેક કરનારી વેબસાઇટ WABetainfoના એક રિપોર્ટ્ પ્રમાણે આ બીટા અપડેટની સાથે WhatsAppના ગ્રુપ પ્રાઇવેસી સેટિંગ્સમાં બ્લેકલિસ્ટિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ પહેલા સુધી ગ્રુપ પ્રાઇવેસી સેટિંગ્સમાં Nobodyનો વિકલ્પ હતો, એટલે કે તેને સેટ કર્યા બાદ તમને કોઈપણ વોટ્સએપ ગ્રુપમાં તમારી મંજૂરી વરગ એડ ન કરી શકે, પરંતુ હવે My Contacts Exceptનું ફીચર આપવામાં આવ્યું છે, જેથી તમે તે નક્કી કરી શકશો કે કોણ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શકે. 

WhatsAppનું 2.19.110  વર્ઝન જે આઈફોન માટે છે, તેમાં મ્યૂટેડ ચેટ્સ માટે નોટિફિકેશન દેખાશે નહીં. એટલે કે તમે કોઈ ચેટ મ્યૂટ કરી રાખ્યું છે છતાં વોટ્સએપ આઇકોન પર નોટિફિકેશન બેજ બને છે અને હવે આ અપડેટ બાદ આમ થશે નહીં. 

જો તમે iPhone યૂઝ કરો છો અને iCloud પર WhatsApp બેકઅપમાં કોઈ સમસ્યા થઈ રહી છે તો તેના માટે કંપનીએ એક સપોર્ટ પેજ જારી કર્યું છે જે ખાસ કરીને  iCloud બેકઅપ ટ્રબલશૂટ માટે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news