નવી દિલ્હી : કોઈ ચિંતા વગર વોટ્સએપ વાપરનારાઓ માટે એક સમાચાર આવ્યા છે જે તમને આંચકો આપી શકે છે. હકીકતમાં વોટ્સએપના નવા પ્લાન પ્રમાણે હવે એ ચાર્જ કરશે. એક સમય એવો હતો કે વોટ્સએપના એક વર્ષના સબસ્ક્રિપ્શન માટે 56 રૂ. લેવામાં આ્વતા હતા પણ આ ફી 2016માં બંધ કરી દેવામાં આવી હતી. આ પરિવર્તન પછી અત્યાર સુધી વોટ્સએપના વપરાશ પર કોઈ ચાર્જ નહોતો પણ હવે સમાચાર મળ્યા છે કે વોટ્સએપ ફરી ચાર્જેબલ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવું બિઝનેસ મોડેલ
વોટ્સએપનું કોઈ બિઝનેસ મોડેલ નહોતું. આ એપ શરૂઆતથી અત્યાર સુધી કોઈ  જાહેરાત વગર ચાલી હતી. હવે ફેસબુકે વોટ્સએપને 19 બિલિયન ડોલરમાં ખરીદી હતી. હવે ચર્ચા છે કે ફેસબુકનું નવું બિઝનેસ મોડેલ તૈયાર છે અને એ લાગુ થતા વોટ્સએપ ચાર્જેબલ થઈ જશે. નવા બિઝનેસ મોડેલમાં ફેસબુક તરફથી હવે બિઝનેસ ટુ કસ્ટમર મોડેલ વોટ્સએપ માટે દેવામાં આવશે. જોક આ મોડેલને લોન્ચ કરવામાં સમય છે અને એ હજી ટેસ્ટિંગ ફેઝમાં છે. જોકે હજી સુધી અનેક કંપનીઓએ આ પાઇલોટ પ્રોજેક્ટમાં હિસ્સો લીધો છે. 


કઈ રીતે કરશે કામ?
વોટ્સએપના નવા મોડેલમાં એપ તરફથી કંપની તેમજ નાના વેપારી સીધા ગ્રાહકો એટલે કે યુઝર્સ સાથે વાત કરી શકશે. આ મોડલ હજી ટેસ્ટિંગ ફેઝમાં છે. આનાથી યુઝરને વધારે હેરાનગતિ નહીં થાય કારણ કે આ મોડલમાં યુઝરનો સંપર્ક એવી જ કંપનીઓ કરી શકશે જેની પરમિશન યુઝરે આપી હોય. બિઝનેસ અને એન્ટરપ્રાઇઝનું એક વેરિફાઇડ પ્રોફાઇલ પણ હશે જેના પર ગ્રીન ટીક હશે. આનાથી નવી શરૂઆત કરી શકાશે.