)
કોઈપણ વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે મોંઘી કાર હોય, પરંતુ આ કાર એટલી મોંઘી હોય છે કે એક સામાન્ય વ્યક્તિ માટે તેને ખરીદવી મુશ્કેલ થઈ જાય છે. દેશમાં કેટલાક એવા બિઝનેસ ટાઇકૂન કે જાણીતી હસ્તિઓ છે, જેની પાસે ખૂબ મોંઘી અને લક્ઝરી કાર છે. આવો તે 5 કાર વિશે જાણીએ જે દુનિયાની સૌથી મોંઘી અને એક્સક્લુઝિવ કાર છે.
Rolls-Royce La Rose Noire Droptail
દુનિયાની સૌથી મોંઘી કારમાં Rolls-Royce La Rose Noire Droptail સૌથી ઉપર છે, જેની કિંમત લગભગ 250 કરોડ રૂપિયા છે. તેની ડિઝાઇન, કલર અને ઈન્ટીરિયર સંપૂર્ણ રીતે કસ્ટમાઇઝ્ડ હોય છે અને તેની ડિઝાઇન બ્લેક બેકારેટ રોઝ નામના ફૂલથી પ્રેરિત માનવામાં આવે છે. આ ગાડીના માલિક ઘણા અબજોપતિ બિઝનેસ ટાઇકૂન છે, પરંતુ તેના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
Rolls-Royce Boat Tail
ત્યારબાદ Rolls-Royce Boat Tail નું નામ આવે છે, જેની કિંમત આશરે 234 કરોડ રૂપિયા છે. આ કાર એક યાચની જેમ ડિઝાઇન કરવામાં આવી છે અને તેનું રિયસ સેક્શન એક મિની ડાઇનિંગ ઝોન જેવું લાગે છે, જેમાં સનશેડ, કટલરી અને ફ્રિઝ પણ આપવામાં આવ્યું છે. તેના માત્ર ત્રણ યુનિટ બનાવવામાં આવ્યા છે અને પ્રથમ યુનિટ Jay-Z અને Beyoncé ને આપવામાં આવ્યું હતું, તેમ માનવામાં આવે છે.
Bugatti La Voiture Noire
ત્રીજા નંબર પર Bugatti La Voiture Noire, જેની કિંમત લગભગ 150 કરોડ છે. ફ્રેન્ચમાં તેનો અર્થ થાય છે બ્લેક કાર અને તે એક કસ્ટમ પ્રોડક્ટ હતી. તેમાં 8.0L W16 એન્જિન છે અને તેની ડિઝાઇન એરોડાયનામિક છે. આ કારને એક વ્યક્તિએ ખરીદી હતી, જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
Pagani Zonda HP Barchetta
ચોથા સ્થાન પર આવે છે Pagani Zonda HP Barchetta, જેની કિંમત આશરે 145 કરોડ રૂપિયા છે. આ કાર એક લિમિટેડ એડિશન મોડલ છે, જેના માત્ર ત્રણ યુનિટ બનાવવામાં આવ્યા હતા. તેની બોડી ડિઝાઇન કર્વી છે અને તે એક ટોપલેસ ઓપન રોડસ્ટર છે, જેને દુનિયાની સુંદર કારમાં ગણવામાં આવે છે.
BugattiCentodieci
Bugatti Centodieci આ લિસ્ટની સૌથી છેલ્લી પરંતુ શાનદાર કાર છે. આ બુગાટીની જૂની EB110 કારને સન્માન આપવા માટે બનાવવામાં આવી હતી. આ એક આધુનિક હાઇપરકાર છે અને તેના માત્ર 10 યુનિટ બનાવવામાં આવ્યા હતા. તેની કિંમત આશરે 75 કરોડ રૂપિયા છે. આ કારમાં 8.0 લીટર W16 એન્જિન આપવામાં આવ્યું છે, જે માત્ર 2.4 સેકેન્ડમાં 0થી 100 કિમી/કલાકની ગતિ પકડવામાં મદદ કરે છે.