Redmi Note 11T 5G ભારતમાં થયો લોન્ચ, આટલી કિંમતમાં મળશે ગજબના ફીચર્સ

ભારતમાં Redmi Note 11T 5G ના 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 16999 રૂપિયા રાખવામાં આવી છે. તો સ્માર્ટફોનના 6GB + 128GB અને  8GB + 128GB મોડલ પણ આવે છે જેની કિંમત ક્રમશઃ 17999 અને 19999 રૂપિયા છે.   

Updated By: Nov 30, 2021, 03:57 PM IST
Redmi Note 11T 5G ભારતમાં થયો લોન્ચ, આટલી કિંમતમાં મળશે ગજબના ફીચર્સ

નવી દિલ્હીઃ Xiaomi એ પોતાના શાનદાર સ્માર્ટફોન Redmi Note 11T 5G ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. નવો રેડમી ફોન રેગુલર Redmi Note 11 5G નું રીબ્રાન્ડેડ વર્ઝન છે જેને Xiaomi એ પાછલા મહિને ચીનમાં લોન્ચ કર્યો હતો. Redmi Note 11T 5G ફોન 90Hz ડિસ્પ્લેની સાથે આવે છે અને તેમાં ડ્યુઅલ કેમેરા છે. તેમાં પંચ-હોલ ડિસ્પ્લે ડિઝાઇન પણ છે અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે. Redmi Note 10T 5G ના સક્સેસરના રૂપમાં આવે છે જેને જુલાઈમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેનો મુકાબલો Realme 8s 5G, iQoo Z3 અને  Lava Agni 5G સાથે છે. 

Redmi Note 11T 5G ની ભારતમાં કિંમચ અને ઓફર્સ
ભારતમાં Redmi Note 11T 5G ના 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 16999 રૂપિયા રાખવામાં આવી છે. તો સ્માર્ટફોનના 6GB + 128GB અને  8GB + 128GB મોડલ પણ આવે છે જેની કિંમત ક્રમશઃ 17999 અને 19999 રૂપિયા છે. Redmi Note 11T 5G એક્વામરીન બ્લૂ, મેટ બ્લેક અને સ્ટારડસ્ટ વ્હાઇટ કરલમાં આવે છે. 7 ડિસેમ્બરથી Amazon, Mi.com, Mi Home અને પસંદગીના રિટેલ સ્ટોર પર સેલ માટે ઉપલબ્ધ થશે. Redmi Note 11T 5G પર લોન્ચ ઓફર હેઠળ 1000 રૂપિયાની છુટ આપવામાં આવી રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક ક્રેડિટ કાર્ડ કે ઈએમઆઈનો ઉપયોગ કરવા પર 1 હજારની તત્કાલ છુટ મળી રહી છે. 

આ પણ વાંચોઃ જીયોના કરોડો ગ્રાહકોને લાગશે ઝટકો, કંપનીએ ટેરિફમાં કર્યો વધારો, 1 ડિસેમ્બરથી થશે લાગૂ  

Redmi Note 11T 5G ના સ્પેસિફિકેશન
Redmi Note 11T 5G ફોન Android 11 પર MIUI 12.5 ની સાથે ચાલે છે. તેમાં 6.6 ઇંચની ફુલ-એચડી+ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને તેનો એડેપ્ટિવ રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. ડિસ્પ્લેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન છે. ફોન એક ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્શન 810 SoC છે, સાથે માલી -G57 MC2 GPU અને 8GB સુધી  LPDDR4X રેમ છે. શાઓમીએ એક રેમ બૂસ્ટર ફીચર પણ રપહેલાથી લોડ કર્યું છે અને અનિવાર્ય રૂપથી મલ્ટીટાસ્કિંગ માટે 3GB સુધી એડિશમલ RAM જોડવા માટે ફોન માં બિલ્ટ-ઇન સ્ટોરેજનો ઉપયોગ કરે છે. Redmi Note 11T 5G ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં f/1.8 લેન્ચની સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને 8 મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ શૂટર છે. સેલ્ફી અને વીડિયો માટે Redmi Note 11T 5G માં ફ્રંટમાં 16 મેગાપિક્સલનો કેમેરો છે. 

Redmi Note 11T 5G ફોન 128GB સુધીના UFS 2.2 સ્ટોરેજની સાથે આવે છે જેને માઇક્રોસડી કાર્ડની સાથે 1TB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, 4જી એલટીઈ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ વી5.1, જીપીએસ/એ-જીપીએસ, ઇન્ફ્રારેડ, યૂએસબી ટાઈપ-સી અને 3.5 એમએસ હેડફોન જેક સામેલ છે. ફોનમાં એક સાઇડ-માઉન્ટેડ ફિંગરસેન્સર પણ છે જે વોયસ આસિસ્ટેન્ટને ઇનેબલ કરવા અને કેમેરા લોન્ચ કરવા માટે ડબલ ટેપ શોર્ટકટને સપોર્ટ કરે છે. બેટરીની વાત કરીએ તો Redmi Note 11T 5G માં 5,000mAh ની બેટરી છે જે 33W  પ્રો ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બિલ્ટ-ઇન બેટરીને એકવાર ચાર્જ કર્યા બાદ બે દિવસ સુધી ઉપયોગનો દાવો કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube