NFC સપોર્ટ સાથે Xiaomi Redmi Note 8T લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

થોડા દિવસથી સતત Redmi Note 8T ના લીકના સમાચાર આવી રહ્યા હતા. તાજેતરમાં જ ચીની સ્માર્ટફોન કંપની Xiaomi ने Redmi Note 8 અને Redmi Note 8 Pro એ ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યા છે. હવે કંપનીએ આ સીરીઝનો એક નવો સ્માર્ટફોન Redmi Note 8T લોન્ચ કર્યો છે. 

Updated By: Nov 7, 2019, 04:37 PM IST
NFC સપોર્ટ સાથે Xiaomi Redmi Note 8T લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હી: થોડા દિવસથી સતત Redmi Note 8T ના લીકના સમાચાર આવી રહ્યા હતા. તાજેતરમાં જ ચીની સ્માર્ટફોન કંપની Xiaomi ने Redmi Note 8 અને Redmi Note 8 Pro એ ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યા છે. હવે કંપનીએ આ સીરીઝનો એક નવો સ્માર્ટફોન Redmi Note 8T લોન્ચ કર્યો છે. 

Redmi Note 8T ને ફ્રાન્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને Redmi Note 8 ના મુકાબલે તેમાં ઘણો ફરક નથી. ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સ પણ એક જેવા જ છે. એક વસ્તુ જે તેમાં અલગ છે તે છે Redmi Note 8T માં NFC નો સપોર્ટ આપવામાં આવ્યો છે. ભારતમાં Redmi Note 8T લોન્ચ નહી થાય તે કન્ફોર્મ થઇ ચુક્યું છે.   

108 MP કેમેરા સાથે Xiaomi MI CC9 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Redmi Note 8T ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે જે એલસીડી છે. આ સાથે જ આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 4GB રેમ સાથે 128GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. 

Redmi Note 8T માં ફોટોગ્રાફી માટે ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી લેન્સ 48 મેગાપિક્સલનો કેમેરા છે અને તેના માટે Samsung GM1 સેન્સરનો યૂઝ કરવામાં આવ્યો છે. બીજું સેન્સર 8 મેગાપિક્સલનું છે જે અલ્ટ્રા વાઇડ છે. ત્રીજું સેન્સર 2 મેગાપિક્સલનું છે જે માઇક્રો લેન્સ અને ચોથું કેમેરા ડેપ્થ ઓફ ફીલ્ડ માટે છે અને એ પણ 2 મેગાપિક્સલનું છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. 

32MP સેલ્ફી કેમેરા સાથે આવી શકે છે Samsung Galaxy A51, સામે આવી લીક્સ

Redmi Note 8T માં  USB Type C સપોર્ટ છે અને તેની બેટરી 4,000mAh આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં રેમ સાથે 32GBની સ્ટોરેજ છે, જ્યારે બીજા વેરિએન્ટમાં 4GB રેમ સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. કિંમતની શરૂઆત 179 યૂરો (લગભગ 14,000 રૂપિયા)થી છે.

Xiaomi Mi CC9 Pro માં દુનિયાનું પ્રથમ અલ્ટ્રા-થિન ઓપ્ટિકલ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube