હવે આપણે ભારતના તે ઇનોવેશની વાત કરીશું જેની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે. આ આજના સૌથી પોઝિટિવ સમાચાર છે. અને તેમાં એક નહી... પરંતુ 3 ઇનોવેશન છે. તેમાં પ્રથમ ઇનોવેશન છે ગુજરાતમાં થયેલી એક હાર્ટ સર્જરી, જેને એક ભારતીય ડોક્ટરે ઓપરેશન થિયેટરથી 32 કિલોમીટર દૂર બેસીને રોબોટની મદદથી કર્યું. આ દુનિયાની પ્રથમ Tele-Robotic સર્જરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સર્જરી દરમિયાન દર્દી અમદાવાદના એક હોસ્પિટલમાં હતો જ્યારે ઓપરેશન કરનાર ડોક્ટર ત્યાંથી 32 કિલોમીટર દૂર ગાંધીનગરમાં હતા. 

ગુજરાતી ડોક્ટર તેજસ પટેલની કમાલ : દર્દીથી 32 કિલોમીટર દૂર રહી કરી રોબોટીક્સ સર્જરી, રચ્યો વર્લ્ડ રેકોર્ડ


બીજી શોધ છે દુનિયાનું સૌથી સસ્તુ વેંટિલેટર. દિલ્હીના AIIMS એ દુનિયાનું સૌથી સસ્તુ વેંટિલેટર તૈયાર કર્યું છે. સામાન્ય રીતે હોસ્પિટલોમાં વેંટિલેટરના સેટ અપ લગભગ 3 લાખ થી 15 લાખ રૂપિયામાં તૈયાર થાય છે પરંતુ આ સ્વદેશી વેંટિલેટરની કિંમત ફક્ત 35 હજાર રૂપિયા રાખવામાં આવી છે. એટલે કે મોત સામે સંઘર્ષ કરી રહેલા લોકોને હવે ખૂબ ઓછી કિંમતમાં વેટિંલેટરની સુવિધા મળી શકે છે. 

ખેડૂતે માત્ર 3000ના ખર્ચે તૈયાર કર્યું અનોખુ મશીન, ઉભા પાકને નષ્ટ કરતાં જીવાતની હવે ખેર નહી!
ત્રીજી શોધ કૃતિ સાથે જોડાયેલી છે ગુજરાતના એક ખેડૂતે પાકના જીવાતથી બચાવવા માટે એક સોલાર લેંપ તૈયાર કર્યું છે. સામાન્ય રીતે પાકને જીવાતથી બચાવવા માટે ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તમને જાણીને આશ્વર્યને થશે કે જીવાતવાળી સમસ્યાથી ભારતમાં દર વર્ષે લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો પાક બરબાર થઇ જાય છે. પરંતુ આ સોલર લેંપથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. આ ઇનોવેશનની કહાની આજે તમારે જોવી જોઇએ.