રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુના મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ 1 બાળકોનું મોત થયું છે. જ્યારે ગત રાત્રીના સમયે ત્રણ નવજાત શિશુ મોતને ભેટ્યા હતા. વધુ એક બાળકનું મોત નિપજતા એક જ દિવસનો મૃત્યુ આંક 4 પર પોહચ્યો છે. હજુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ તંત્ર બાળકોના મોત રોકવામાં નિષ્ફળ ગયું છે.