અમદાવાદ બન્યું રાજ્યનું ક્રાઈમ કેપિટલ! છેલ્લા એક દિવસમાં બે હત્યાના કિસ્સા, watch video

ગુજરાતમાં ક્રાઈમ રેટ સરેરાશ વધતો જતો હોય તેવી ઘટનાઓ બની રહી છે. ક્યાક મારામારી તો ક્યાક હત્યાના બનાવ થઈ રહ્યા છે. રાજકોટ, પાટણ કે અન્ય કોઈ વિસ્તારોમાંથી અવારનવાર હત્યાના કેસ સામે આવે છે. જો અમદાવાદની વાત કરીએ તો શહેર ગુજરાતનું ક્રાઈમ કેપિટલ બની ગયું હોય તેવું લાગે છે. આ પ્રકારની ઘટનાઓ જોઈ સવાલો ઉઠે છે કે શું ગુનેગારોને હવે પોલીસનો ડર રહેતો નથી? રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યારે સુધરશે? અમદાવાદમાં છેલ્લા એક દિવસમાં જ બે હત્યાના મામલા બહાર આવ્યા છે. આ પ્રકારના વધતા જતા બનાવને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયેલ છે. 

Trending news