'શક્તિ' વાવાઝોડું યુ-ટર્ન લઈને ગુજરાત આવશે! આ વિસ્તારોમાં વરસાદની આગાહી, Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. આજથી ત્રણ દિવસ ગુજરાત માં વરસાદ થઈ શકે. ૬ થી ૮ ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડું ઓમાન થી ગુજરાત તરફ આવી શકે. વાવાઝોડા ની અસર ગુજરાત માં ઓછી થઈ શકે. વાવાઝોડું દરિયા માં સમાઈ જાય અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે. સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ૪૦ કિમિ ની ઝડપે પવન ફૂંકાઈ શકે. બે દિવસ દરિયો રફ રહેશે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર ના દ્વારકા પોરબંદર જામનગર તથા કચ્છ માં વરસાદ થઈ શકે. બંગાળ ઉપસાગર ના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત માં વરસાદ લાવશે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ભાગો માં વરસાદ આવી શકે. બનાસકાંઠા મહેસાણા પાટણ અને પૂર્વ ગુજરાત ના ભાગો માં વરસાદની શક્યતા. અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે. તહેવારો ના સમય માં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગો માં માવઠું થઈ શકે. ૧૮ થી ૩૦ ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે. દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે. નવેમ્બર ની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે 

Trending news