ગાંધીનગર: નિવૃત્ત મહિલા પ્રોફેસરને 80 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 11.42 કરોડ ખંખેર્યા, મહિલાએ દાગીના વેચી દસ ખાતામાં પૈસા મોકલ્યા

ગાંધીનગરમાં વધુ એક મોટો ડિજિટલ અરેસ્ટનો બનાવ સામે આવ્યો છે. 3 આરોપીઓેએ ટ્રાયના કર્મી અને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપીને ગુનો કર્યો. 80 દિવસ સુધી નિવૃત્ત મહિલા પ્રોફેસરને ડિજિટલ કેદ કરી પૈસા પડાવ્યા હતા. દસ અલગ-અલગ ખાતામાં પૈસા મેળવી આરોપીઓએ 11.42 કરોડ રુપિયા ખંખેર્યા હતા. આ પૈસા જમા કરાવવા મહિલાએ દાગીના વેંચી કાઢ્યા હતા. મહિલા અને તેના પતિ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને CID ક્રાઈમે ત્રણેયની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ વિરુદ્ધ અન્ય રાજ્યોમાંથી પણ 11 જેટલા ગુનાઓ નોંધવામાં આવેલ છે. 

Trending news