ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ અંગે મોટો ખુલાસો, આ વિસ્તારોની કરી હતી રેકી
Gujarat ATS News ; ATSએ પકડેલા આતંકીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. આતંકીઓના 8 દિવસના રીમાંડ મંજુર કર્યા છે. ત્યારે ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો થયો છે. આ આતંકીઓએ આરએસએસ કાર્યાલયની રેકી કરી હતી. તો સાથે જ આતંકીઓ પાસેથી મળેલા રાઈઝીન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.



















