ભાજપના બે દિગ્ગજ નેતાઓ આમને સામને, MLAએ કહ્યું- મનસુખ વસાવા સામે કોર્ટમાં જવાનું થશે તો જઈશ
નર્મદામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમના બેફામ વાણી વિલાસ માટે સતત ચર્ચામાં રહેતા હોય છે. વિપક્ષ ઉપરાંત પોતાના પક્ષ માટે પણ તેઓ બિન્દાસ બોલે છે. ત્યારે ભાજપના જ મહિલા ધારાસભ્યએ ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે આક્ષેપો કર્યા છે. નર્મદા જિલ્લામાં ભાજપના બે દિગ્ગજ નેતા ઓ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ આમને સામને આવ્યા છે. સાંસદે 7 ડિસેમ્બરે એક નનામા પત્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. આ બાબતે દર્શનાબેન દેશમુખે તેમને વળતો જવાબ આપ્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.



















