VIDEO: ભાજપ પ્રદેશ પ્રમુખની નવી ટીમ અંગે મોટા સમાચાર! ટૂંક સમયમાં 4 ઝોનમાંથી દરેકના મહામંત્રીના નામ જાહેર થશે, નવા ચહેરાઓને સ્થાન મળી શકે
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂંક બાદ હવે ટૂંક સમયમાં જ નવી ટીમ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાય રહી છે. રાજ્યના ચાર ઝોનમાંથી 4 મહામંત્રીના નામની જાહેરાત થશે. વીડિયો જોઈ શકાય છે કે ક્યા ઝોનમાંથી ક્યા ચહેરાઓ આગળ આવવાની સંભાવનાઓ છે. વિસ્તાર અને જાતિગત બાબતોને ધ્યાનમાં રાખીને ટીમ તૈયાર થશે. આ ઉપરાંત ઉપાધ્યક્ષનું નામ પણ જાહેર થઈ શકે છે. આ સાથે જ રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે ટીમમાં યુવા ચહેરાઓનો વધુ સમાવેશ કરવામાં આવે તેવું જણાય રહ્યું છે. ભાજપને વધુ મજબૂત બનાવવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ ટીમનું નિર્માણ થશે.



















