પૂર્વ મંગેતરે 13 વર્ષ પછી બદલો લીધો, સગાઇ તોડી નાખેલા યુવકને કારથી ઉલાળ્યો અને પછી ચાકૂના ઘા માર્યા...
અમદાવાદના શેલામાં એક યુવકને એક યુવતીએ મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. પહેલા તો યુવકની રેકી કરી અને બાદમાં કારથી પીછો કરીને રસ્તા પર ઉલાળ્યો. એટલામાં વાત ન પતી તો યુવકને ચાકૂના બે ઘા માર્યા અને યુવતી ત્યાંથી યૂ-ટર્ન મારીને પલાયન થઇ ગઇ. સમગ્ર ઘટના એવી છે કે, આ યુવક અને યુવતીની 13 વર્ષ પહેલા સગાઇ થઇ હતી પરંતુ મનમેળ ન થતા યુવકે સગાઇ તોડી નાખી હતી..