સુરત વડોદરા અને રાજકોટનાં દુષ્કર્મમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે ગુનાઓમાં આરોપીઓ ઝડપાયા નથી તેમને ઝડપવા માટે કામગીરી ચાલી રહી છે. વડોદરાનાં કિસ્સામાં 25 જુદી જુદી ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. ત્રણેય ઘટનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોલીસ તંત્ર અને ગૃહ વિભાગને કામે લગાડ્યું છે. ત્રણેય કેસામાં સ્પેશ્યલ પ્રોસિક્યુટરની નિમણુંક કરીશું. ત્રણેય કેસોની ચાર્જશીટ ઝડપથી થાય અને કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેવા પ્રયાસ કરીશું.