આણંદના બોરસદ પાસે ત્રિપલ અકસ્માત, ટ્રેલર ચાલકનું ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત
આણંદના બોરસદના બોચાસણ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. સિક્સલેન હાઈવે પર બે આઈસર અને એક ટ્રેલર વચ્ચે ગંભીર દુર્ઘટના ઘટી. જેમાં ટ્રેલર ચાલકને ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. અકસ્માત એટલી ભયાનક રીતે થયું હતું કે કેબિનના ભાગને કટરથી કાપી મૃતદેહને બહાર કાઢ્યો હતો. દરમિયાન રસ્તાને પણ બંધ કરવામાં આવ્યો હતો. જુઓ દ્રશ્યો



















