ઘરે બેઠા E-KYC કરવા માંગો છો? તો રાહ કોની જુઓ છો? આ વીડિયો જુઓ અને સરળતાથી કરો E-KYC
ઘરે બેઠા E-KYC કરાવવું છે. સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જણાવીશ. તમને ખબર જ છે કે રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રેશનકાર્ડધારકો E-KYC માટે મથામણ કરી રહ્યા છે, રેશનકાર્ડ E-KYC કરાવવા માટે લોકોએ લાંબી- લાંબી લાઇનોનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા ઓનલાઇન એપ્લિકેશ મારફત લોકો ઘેરબેઠા પણ પોતાનું E-KYC કરી શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે ખૂબ ઓછા લોકો માહિતગાર છે અને કેટલીક જગ્યાએ તો એજન્ટો દ્વારા રૂપિયા પણ પડાવવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે.