ભાજપમાં શું ચાલી રહ્યું છે? બે દિગ્ગજ નેતા આમને સામને

7 ડિસેમ્બરે મનસુખ વસાવાએ એક નનામા પત્રને આધારે પ્રેસ કોન્ફરન્સ કરી, આડકતરી રીતે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા...તેનો જ ખાર રાખીને દર્શના દેશમુખે પણ આક્રમક જવાબ સાંસદ શ્રીને આપ્યો છે. દર્શના દેશમુખન ખુલ્લા મેદાનમાં સાંસદ વસાવા પર વરસ્યા, સીધો જવાબ આપ્યો કે, મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી..જ્યારથી હું ધારાસભ્ય બની ત્યારથી મનસુખભાઈ મારા પર બેફામ આક્ષેપો કરે છે...હું પણ ભાજપની જ દીકરી છું, સિનિયર સાંસદ હોવા છતાં આવો વાણીવિલાસ કેમ?.. દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવાને સીધી ધમકી પણ આપી દીધી છે કે, આરોપ સાબિત કરો, નહીં તો હું માનહાનીનો દાવો કરીશ...કોર્ટમાં જવાનું હશે તો કોર્ટમાં પણ જઈશ...

Trending news