જૈનોના મહાપર્વ પર્ધાધિરાજ મહાપર્યુષણનો પ્રારંભ
જૈનોના મહાપર્વાધિરાજ પર્યુષણનો સોમવારના રોજથી પ્રારંભ થયો છે. જૈનોના દિવાળી સિવાયના સૌથી મોટા મનાતા પર્યુષણ પર્વની ઉજવણી આઠ દિવસ સુધી કરવામાં આવે છે. પર્યુષણ દરમિયાન જૈન લોકો ઉપવાસ કરીને આત્માને પવિત્ર કરનારી ભક્તામર પાઠ, સ્નાત્ર પૂજા જેવી આધ્યાત્મિક ક્રિયાઓ કરે છે. પર્વની સમાપ્તિ પર શ્રાવકો વિતેલા એક વર્ષ દરમિયાન જે દુર્વ્યવહાર કે મનદુખ થયું હોય તે બદલ 'મિચ્છામિ દુક્કડમ' કહીને ક્ષમા માંગે છે.