સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, ખુલ્લી જીપમાં બેસીને 7 જેટલા સિંહોને નિહાળ્યા...
જૂનાગઢના સાસણ ગીરમાં વડાપ્રધાન મોદી વહેલી સવારે સિંહ દર્શન માટે નીકળી ગયા હતા. જ્યાં પીએમ મોદીએ સાસણ વાઇલ્ડ લાઇફ સેન્ચ્ચુરીમાં ખુલ્લી જીપમાં બેસીને સિંહ દર્શન કર્યા હતા. બાદમાં PM ફરી સિંહ સદન ખાતે પહોંચ્યા. મળતી માહિતી અનુસાર 7 જેટલા ગીરના સાવજોને પીએમ મોદીએ નિહાળ્યા હતા..