સામાન્ય રીતે જ્યારે આપણે લાઈબ્રેરી (Library)શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં માત્ર પુસ્તક લાઈબ્રેરીનો વિચાર આવે છે. પણ અમદાવાદ(Ahmedabad) માં એક લાઈબ્રેરી એવી છે, જે પુસ્તકો નહિ, પણ સાડી આપે છે. આ યુનિક લાઈબ્રેરી વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. કેમ કે તમે આવી લાઈબ્રેરી વિશે ક્યારેય સાંભળ્યું નહિ હોય. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક એવી લાઈબ્રેરી આવેલી છે, જેમાં મોંઘીદાટ સાડીઓ મૂકવામાં આવેલી છે. જેને સાડી લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે. આ લાઈબ્રેરી સાડી ભાડેથી આપે છે.