ઉપરના ભાગોમાં હીમવર્ષા અને નીચેના ભાગોમાં વરસાદ, J-K નજીક પીર પંજાલ પર્વતમાળામાં અદ્દભૂત દ્રશ્યો સર્જાયા...
જમ્મુ કશ્મીરના રાજૌરીમાં આકર્ષક કુદરતી નજારો જોવા મળ્યો છે. અહીં પીર પંજાલ પર્વતમાળા આવેલી છે. જે હિમાલયની પર્વત માળા ગણાય છે. આ પીર પંજાલ હિમાચલ અને કાશ્મીર રાજ્યોને જોડે છે. એટલે કે, હિમાચલના લાહોલ અને સ્પિતિની સાથે-સાથે જમ્મુ કાશ્મીરના રાજૌરીના પહાડો પર ભારે બરફવર્ષા થઇ હતી. પણ મહત્વની વાત એ છે કે, નીચેના ભાગમાં વરસાદ વરસ્યો હતો...