ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત 23મી એપ્રિલે લોકસભાની બેઠકો માટે મતદાન યોજાવવાનું છે. જેને લઈને આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાજકીય પક્ષો આજે પોતાની પૂરેપૂરી તાકાત ઝોંકી દેવા જઈ રહ્યાં છે. પીએમ મોદીએ આજે પાટણમાં જનસભા સંબોધી વડાપ્રધાન મોદીના સંબોધન અગાઉ ડે.સીએમ નીતિન પટેલે સભાને સંબોધન કર્યું. આ જનસભા દ્વારા પાટણ, બનાસકાંઠા અને મહેસાણા બેઠકને આવરી લેવાના પ્રયત્નો કરાયા.