સુરત: RFO સોનલ સોલંકીને ગોળી વાગવાનો મામલો, કારના CCTV ફૂટેજ સામે આવ્યા
સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને ગોળી વાગવાના ગંભીર મામલામાં ચોંકાવનારા ખુલાસા વચ્ચે હજી આ આપઘાત છે કે હત્યા તે જાણી શકાયુ નથી. પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. ઘટના સ્થળ પર ડૉગ સ્કવોર્ડ, એફ.એસ.એલ ફરી પહોંચ્યા છે. જ્યાં ગોળીની કેપની ઝાંડી ઝાંખરામાં શોધખોળ કરાઈ રહી છે. તમામ ટીમ દ્વારા રહસ્યમય ઘટના ક્રમમાં ઝીણવટ ભરી તપાસ શરૂ કરાઈ છે. આ બધા વચ્ચે કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.



















