અમેરિકાના રાષ્ટ્રપિત ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવશે

અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની અમદાવાદ મુલકાતને લઈને તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. મોટેરા સ્ટેડિયમના પુનઃ નિર્માણ પછી લોકાર્પણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ, પીએમ મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. ત્યારે સ્ટેડિયમની આસપાસના રોડ રસ્તાને રિસર્ફેસ કરવામાં આવી રહ્યાં છે. પાર્કિંગ માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. VVIP મહેમાનોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં કોઈ અડચણ ના પડે તેને લઈને પણ ટ્રાફિક વ્યયવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ સીધા હેલિકોપ્ટરથી આવશે કે પછી રોડ માર્ગથી તે અમેરિકી સિક્યોરિટી એજન્સી નક્કી કરે તે પછી જ ફાઈનલ થશે.

Trending news