હિટાચી મશીન દબાઇ જતા મહિલાના રામ રમી ગયા!, અન્ય એક મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ
જામનગરમાં હિટાચી મશીન નીચે બે મહિલાઓ દબાઇ ગઇ હતી. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. પહેલી નજરે તો એવું જ લાગતું હતું કે, મહિલાનું શરીર જમીનમાં ભળી ગયું છે. આ ઘટનામાં અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે..