કઈ રાશિવાળા સૌથી વધુ અમીર, જાણો અદાણી-અંબાણી સહિત અબજપતિઓની રાશિ

10% મિથુન રાશિવાળા

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024માં 10 ટકા અમીર ભારતીયોમાં કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી, નીરજ બજાજ એન્ડ ફેમિલી અને એલએન મિત્તલ ફેમિલી સામેલ છે.

9% વૃશ્ચિક રાશિવાળા

આ યાદીમાં 9 ટકા ભારતીય અમીરોમાં સુનિલ મિત્તલ એન્ડ ફેમિલી, યુસુફ અલી એમએ, અને ઈરફાન રઝાક છે.

8.9% મેષ રાશિવાળા

ત્રીજા નંબર પર 8.9 ટકા ભાગીદારી સાથે મેષ રાશિ રાશિવાળા સૌથી વધુ અમીરોમાં મુકેશ અંબાણી એન્ડ ફેમિલી, સુધીર મહેતા એન્ડ ફેમિલી, આદિ ગોદરેજ એન્ડ ફેમિલી છે.

8.9 % મીન રાશિવાળા

મીન રાશિવાળા પણ 8.9 ટકા ભાગીદારીની સાથે ત્રીજા નંબરે છે, જેમાં રાધાકિશન દમાણી એન્ડ ફેમિલી, ઉદય કોટક અને પંકજ પટેલ સામેલ છે.

8.6% કન્યા રાશિવાળા

ચોથા નંબર પર આ યાદીમાં 8.9 % ભાગીદારી સાથે કન્યા રાશિવાળા છે જેમના નામ અનિલ અગ્રવાલ એન્ડ ફેમિલી, શાપોર પાલોનજી મિસ્ત્રી અને ગોપીકિશન દમાણી એન્ડ ફેમિલી છે.

8.5% કર્ક રાશિવાળા

કર્ક રાશિવાળા ગૌતમ અદાણી ટોપ 10માં નંબર વન છે. પરંતુ આખી યાદીમાં તેમની રાશિના લોકોની ભાગીદારી કુલ 8.5% છે. જેમાં શિવ નાદર અને વેણુ ગોપાલ બંગુરના નામ પણ સામેલ છે.

8.4% મકર અને સિંહ રાશિવાળા

મકર રાશિવાળા કરશનભાઈ પટેલ, વિજય ચૌહાણ એન્ડ ફેમિલી રાધા વેમ્બુ અને સિંહ રાશિવાળા અજીમ પ્રેમજી, શ્રી પ્રકાશ લોહિયા અને સત્યનારાયણ નુવાલ 8.4% ભાગીદારી સાથે યાદીમાં સાતમા નંબરે છે.

7.6% વૃષભ રાશિવાળા

લિસ્ટમાં 7.6% ભાગીદારી વૃષભ રાશિવાળા સાયરસ એસ પૂનાવાલા, રાજીવ સિંહ અને આનંદ મહિન્દ્રા એન્ડ ફેમિલીની છે.

7.5% ધનુ રાશિવાળા

યાદીમાં 10માં નંબરે 7.5% ભાગીદારી ધનુ રાશિવાળાની છે. જેમાં ગોપીચંદ હિન્દુજા, રવિ જયપુરિયા અને સજ્જન જિંદાલ એન્ડ ફેમિલીના નામ સામેલ છે.