મુકેશ અંબાણીએ નીતા અંબાણીને આ રીતે લગ્ન માટે કર્યો હતો પ્રપોઝ!

મુકેશ અંબાણી

8 માર્ચ 1985ના મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન થયા હતા. આ એક લવ મેરેજ હતા.

જ્યારે સિમી ગરેવાલના ટોક શોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે લગ્ન માટે કોણે પ્રપોઝ કર્યો હતો?

તેનો જવાબ આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેમણે નીતા અંબાણીને પ્રપોઝ કર્યું હતું.

મુકેશ અંબાણીએ કહ્યું એકવાર હું અને નીતા પેડર રોડ પર જઈ રહ્યાં હતા, ત્યારે મેં અચાનક પૂછ્યું મારી સાથે લગ્ન કરીશ?

ત્યારે નીતાએ તત્કાલ જવાબ આપવાની ના પાડી દીધી હતી. પરંતુ મુકેશ અંબાણીએ જવાબ માટે રસ્તામાં ગાડી રોકી દીધી હતી.

ત્યારબાદ ટ્રાફિક જામ થઈ ગયો અને મુકેશ અંબાણીએ ત્રીજીવાર પૂછ્યુ તો નીતાએ લગ્ન માટે હા કહી દીધી હતી.

નીતાએ મુકેશ અંબાણીને પછી રસ્તામાં તે પણ પૂછ્યું હતું શું ના કહત તો તેને ગાડીમાંથી ઉતારી દેત?

તેના જવાબમાં મુકેશ અંબાણીએ કહ્યું નહીં. તે તેને ઘર છોડી દેત અને હંમેશા એક સારા મિત્રો બનીને રહેતા.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે નીતા પહેલા તેમણે કોઈ છોકરીને ડેટ કર્યું નથી. નીતા પહેલા યુવતી હતી જેને જોતા જ લગ્નનું મન બનાવી લીધું હતું.