રેખા સાથે ઈન્ટીમેટ સીન્સ પર શેખર સુમને કહ્યું- મને ક્યારેય ટચ કરતા રોક્યો નથી

શેખર સુમન હાલના દિવસોમાં સંજય લીલા ભણસાલીના ડ્રામા વેબ સિરીઝ હીરામંડીને લઈને ચર્ચામાં છે. હાલ તેઓ પૂરજોશમાં ફિલ્મનું પ્રમોશન કરે છે.

હાલમાં તેમણે એક ઈન્ટરવ્યુમાં રેખા વિશે કેટલીક વાતો કરી અને તેમની સાથે શુટિંગનો અનુભવ શેર કર્યો.

શેખર સુમને જણાવ્યું કે કોઈ ન્યૂકમરને આવો બ્રેક મળતો નથી. મે 15 દિવસમં ફિલ્મ સાઈન કરી લીધી હતી અને 3 મહિનાની અંદર ફિલ્મના સેટ પર હતો.

શેખર સુમનનું કહેવું છે કે તે હંમેશા રેખા, શશિ કપૂર, અને ગિરિશ કર્નાડના આભારી રહેશે.

અભિનેતાએ જણાવ્યું કે શુટિંગના પહેલા દિવસે જ રેખાના ઘર પર આવકવેરાની રેડ પડી હતી. જો કે તેઓ એટલા પ્રોફેશનલ છે કે આવા મુશ્કેલ સમયમાં પણ તેમણે સેટ પર પોતાનું કામ ચાલુ રાખ્યું.

શેખર સુમને વધુમાં કહ્યું કે રેખા એવી અભિનેત્રી છે કે તેમણે ક્યારેય સેટ પર નખરા કર્યા નથી. એટલે સુધી કે ઈન્ટીમેટ સીન્સ ઉપર પણ તેમના નખરા નહતા.

અભિનેતાએ જણાવ્યું કે જેવું બાકી અભિનેત્રી કરે તેના કરતા રેખાએ ક્યારેય મને તેમને ટચ કરતા રોક્યા નહતા. તેઓ બહુ પ્રોફેશનલ હતા.

શેખર સુમને પોતાની કરિયર પર વાત કરતા કહ્યું કે ફિલ્મ ઉત્સવ બાદ તેમને લાગ્યું હતું કે તેમની કરિયર આગળ જશે પરંતુ એવું બન્યું નહીં.

અભિનેતાએ જણાવ્યું કે એક સમય બાદ તેમને કામ મળવાનું બંધ થઈ ગયું હતું. આવામાં તેમણે એ વાત પર ધ્યાન કેન્દ્રીય કર્યું કે તેમણે શું મેળવ્યું છે.