નેટફ્લિક્સની વેબ સિરીઝ ધ નાઈટ મેનેજરની સીઝન 2માં અનિલ કપૂરના લિપલોકની ખુબ ચર્ચા થઈ રહી છે.

આ સિરીઝમાં 66 વર્ષના અનિલ કપૂરે 31 વર્ષની શોભિતા ધુલિપાલા સાથે ઈન્ટેન્સ લિપલોક સીન કર્યો છે.

આ સીન અંગે સોશિયલ મીડિયામાં પણ ખુબ ચર્ચાઓ છે.

આ ઉપરાંત શોભિતાએ આદિત્ય રોય કપૂર સાથે પણ ઈન્ટીમેટ સીન આપીને ખુબ તહેલકો મચાવ્યો છે.

શોભિતા ધ નાઈટ મેનેજરમાં અનિલ કપૂરની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી રહી છે.

ગત સીઝનમાં તેની ભૂમિકા વધુ નહતી પંરતુ આ વખતે શોભિતાને શૈલી એટલે કે અનિલ કપૂરની સચ્ચાઈ ખબર પડી ગઈ છે.

નવા ટ્વિસ્ટે શોભિતાના રોલને વધુ રસપ્રદ બનાવ્યો છે.

શોભિતા તેના બોલ્ડ અને સિઝલિંગ અંદાજને લઈને ચર્ચામાં રહે છે.

તે અગઉ નેટફ્લિક્સની સિરીઝ ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળી ચૂકી છે.