સિનેમા હોલમાં ફિલ્મ જોવા ગયા હોય ત્યારે પોપકોર્ન તમે પણ ખાધા જ હશે.
ફિલ્મ અને પોપકોર્ન એક પરફેક્ટ કોમ્બો છે. ફિલ્મ જોતા જોતા પોપકોર્ન ખાવા એક રીવાજ થઈ ગયો છે.
પરંતુ સિનેમા હોલમાં પોપકોર્નની શરુઆત કેવી રીતે થઈ તેના વિશે ઓછા લોકો જાણે છે.
1920 માં અમેરિકામાં પોપકોર્ન લોકપ્રિય થયા ત્યારથી આ રસપ્રદ સ્ટોરી શરુ થાય છે.
તે સમયે ઈંડોર એક્ઝિબિશનના કારણે લોકોએ થિયેટરમાં ફિલ્મો જોવાનું બંધ કરી દીધું હતું.
લોકોને થિયેટર સુધી આકર્ષિત કરવા માટે થિયેટરના માલિકોએ ફિલ્મ દરમિયાન પોપકોર્નનું વેચાણ શરુ કર્યું.
પોપકોર્ન સસ્તો અને સ્વાદિષ્ટ નાસ્તો છે. તેનાથી સિનેમા હોલ ખરાબ પણ થતા નથી.
આ આઈડિયા લોકોને પસંદ આવ્યો અને ધીરેધીરે સિનેમા હોલમાં પોપકોર્નના વેચાણનું ચલણ દુનિયાભરમાં શરુ થયું.