ગુજરાતની વાત કરીએ તો આમ તો ગુજરાત ધનિકોનું રાજ્ય ગણાય છે. અહીં વેપાર અને ઉદ્યોગનું મહત્વપૂર્ણ યોગદાન છે.
જો કે ગુજરાતના અનેક વિસ્તારો એવા પણ છે જે ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે.
નીતિ આયોગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં લગભગ 39.09 ટકા લોકોને સ્વસ્થ ભોજન મળતું નથી.
અહીંના ગામડાઓમાં 44.45 ટકા લોકો ન્યૂટ્રિશનવાળા આહારથી વંચિત છે. શહેરોમાં આ આંકડો લગભગ 28.97 ટકા છે.
ગુજરાતના સૌથી ગરીબ જિલ્લાની વાત કરીએ તો તે ડાંગ છે.
ડાંગ જિલ્લામાં લગભગ 57.33 ટકા લોકો ગરીબ છે.
ત્યારબાદ દાહોદ જિલ્લો બીજા નંબરે આવે છે.