જીત અદાણીના લગ્ન ક્યાં અને કેવી રીતે થશે? પિતા ગૌતમ અદાણીએ કર્યો મોટો ખુલાસો

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્નની તારીખ આવી ગઈ

જીત અદાણી 7 ફેબ્રુઆરીએ દીવા શાહ સાથે સાત ફેરા લેશે

ત્યારે શું અદાણી પરિવારના લગ્ન પણ અંબાણી પરિવાર જેવા હશે, આ લગ્ન કેવા હશે તે વિશે ઉદ્યોગપતિ પિતા ગૌતમ અદાણીએ મીડિયાને માહિતી આપી

ગૌતમ અદાણીએ પોતે આ માહિતી આપી કે, અમે સામાન્ય લોકો જેવા છીએ. તેમના લગ્ન સાદગી અને પરંપરાગત રીતે થશે

સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. કેટલાક દાવા કરે છે કે, આ લગ્નમાં હોલિવુડ સિંગર ટેલર સ્વિફટ સહિત ઘણી હસ્તીઓ હાજરી આપશે

પત્રકારોએ ગૌતમ અદાણીને પૂછ્યું કે, આ લગ્નમાં કઈ કઈ હસ્તીઓ આવશે? તો તેમણે કહ્યું કે, આવું કંઈ થવાનું નથી

જીતના લગ્ન અમદાવાદમાં 7 ફેબ્રુઆરીએ થશે. લગ્ન સમારોહ 5 ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે

અદાણીનો સૌથી નાના પુત્ર જીત અદાણી એરપોર્ટના ડાયરેક્ટર છે. અદાણી એરપોર્ટ ભારતમાં છ એરપોર્ટનું સંચાલન કરે છે

તો દીવા શાહ જાણીતા હીરા વેપારી જૈમિન શાહના પુત્રી છે, વધુ લાઇમલાઇટમાં નથી રહેતા