ગુજરાતીઓ વધુમાં વધુ કેટલા વર્ષ જીવે છે, આ રહ્યો આંકડો

ભારતીય લોકોની સરેરાશ ઉંમર વધીને 69.7 વર્ષ થઈ ગઈ છે

આનો અર્થ એ છે કે દેશમાં એક વ્યક્તિ અંદાજે 69.7 વર્ષ જીવે છે

આ માહિતી સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ 2015-19માં જાણવા મળી

જો કે, આ ઉંમર હજી પણ વૈશ્વિક સરેરાશ ઉમર કરતા ઓછી છે

વિશ્વમાં સરેરાશ વય 72 વર્ષ 6 મહિના છે

પરંતુ આજે આપણે વાત કરીએ છીએ કે ગુજરાતના લોકો કેટલા વર્ષ જીવે છે?

રિપોર્ટ મુજબ ગુજરાતના લોકોની સરેરાશ ઉંમર 70.2 વર્ષ છે

જ્યારે ગુજરાતના પુરુષોની સરેરાશ ઉંમર 67.9 વર્ષ છે

જો ગુજરાતની મહિલાઓની સરેરાશ ઉંમરની વાત કરીએ તો તે 72.8 છે