Photos: વડોદરા નજીક આવેલો આ 'બીચ' જોયો, ગોવા જેવો અહેસાસ કરાવશે, મજા પડશે

ગુજરાતના અનેક બીચો જાણીતા છે. શિવરાજપુર બીચ, માંડવી બીચ, ડુમ્મસ બીચ વગેરે. પરંતુ શું તમે એવા 'બીચ' વિશે જાણો છો જે અમદાવાદથી નજીક છે અને વડોદરાથી તો માત્ર 50 કિમી દૂર છે.

વનડે પિકનીક, વિકેન્ડ પિકનીક, રજાઓ ગાળવા માટે આ એક સારું સ્થળ કહી શકાય.

ઉનાળામાં તો લોકો કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે ખાસ આવતા હોય છે. શિયાળા માટે પણ બેસ્ટ ડેસ્ટિનેશન છે.

અહીં જે જગ્યાની વાત કરીએ છીએ તે છે વડોદરાથી 50 કિમી દૂર વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સાધલી ગામ પાસે આવેલી જગ્યા દીવેરની મઢી વિશે.

દીવેરની મઢી પાસેથી નર્મદા નદી પસાર થાય છે અને તેનો તટ આ જગ્યાએ તમને જાણે બીચ હોય તેવો અહેસાસ કરાવશે.

આ જગ્યા મીની ગોવા તરીકે પણ જાણીતી છે. વોટરપાર્ક જેવી મજા પણ તમને અહીં આવશે.

આમ જોઈએ તો અહીં નર્મદા નદીનો પટ છે પરંતુ કિનારો વિશાળ હોવાના કરાણે બીચની યાદ અપાવે છે અને લોકો આ જગ્યાએ આવવાનું ખુબ પસંદ પણ કરે છે.

અહીં તમને ઘોડેસવારી, બાઈક રાઈડિંગ, ઊંટની સવારી વગેરેની મજા માણવા મળી શકશે.

બાળકો માટે પાણીમાં સુરક્ષા માટે પ્લાસ્ટિકની હવા ભરેલી ટ્યૂબો પણ મળી રહે છે. નાસ્તાની રેકડીઓ, દુકાનો પણ હોય છે.

નર્મદા કિનારે આવેલા હનુમાનજીના મંદિરમાં દર્શન કરીને લોકો નદીમાં ડૂબકી મારતા હોય છે. નદીમાં સ્નાન કરતી વખથે સલામતીનું ધ્યાન રાખવું જરૂરી છે.