અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવેલી છે આ અદ્ભુત જગ્યા, નજારો કોઈ હિલ સ્ટેશનથી ઓછો નથી

અમદાવાદ શહેરની નજીક આવેલું આ સ્થળ ગુજરાતના પ્રખ્યાત સ્થળોમાંનું એક છે

પોલો ફોરેસ્ટ એ ગુજરાતના વિજય નગર તાલુકામાં અભાપુર ગામ પાસે આવેલ એક સુંદર ફોરેસ્ટ વિસ્તાર છે

પોલો ફોરેસ્ટનો નજારો કોઈ હિલ સ્ટેશનથી ઓછો નથી

આ ફોરેસ્ટ વિસ્તાર સુંદર ટેકરીઓથી ઘેરાયેલો છે

આસપાસના વિસ્તારોના લોકો અવારનવાર તેમના પરિવાર, મિત્રો અને બાળકો સાથે રજાઓ ગાળવા અહીં આવે છે

પોલો ફોરેસ્ટની હરિયાળી વચ્ચે જોવા લાયક ઘણી જગ્યાઓ છે. તમે અહીં હરનવ ડેમ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો

પોલો ફોરેસ્ટ તેના સુંદર ઈકો ટુરિસ્ટ માટે પણ જાણીતું છે

અહીં તમે કેમ્પિંગ, બોલ્ડરિંગ અને રેપેલિંગ, હાઇકિંગ અને ટ્રેકિંગ જેવી એડવેન્ચરસ એક્ટિવિટીનો આનંદ માણી શકો છો