(પ્રતિકાત્મક તસવીર)
સામાન્ય રીતે ગામડું નામ સાંભળીએ તો આપણા મનમાં એમ જ હોય કે ત્યાંના લોકો આર્થિક રીતે શહેરી લોકો જેવા સશક્ત ન હોય. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગામડું પણ જબરદસ્ત સદ્ધર હોય? સૌથી સદ્ધર ગામડું કયું છે?
તો તમને જણાવી દઈએ કે માધાપર એ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ એશિયાનું સૈૌથી અમીર ગામ ભારતના ગુજરાત રાજ્યમાં છે જે આપણા ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.
આ એક એવું ગામ છે જ્યાં લગભગ 17 જેટલી તો બેંકો છે અને બેંકોમાં 7000 કરોડ જેટલી થાપણો જમા છે. આ ગામમાં 7600 જેટલા પરિવારો રહે છે.
ગામની સમૃદ્ધિની વાત કરીએ તો આ ગામની સમૃદ્ધિનું એક મોટું કારણ એ છે કે ગામના અનેક લોકો વિદેશમાં રહે છે અને કમાણીનો મોટો ભાગ ગામડે મોકલે છે.
દરેક પરિવારે લગભગ 22 લાખ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ જમા કરાવી હોવાનું કહેવાય છે.
NRI ના કારણે ગામની આર્થિક સ્થિતિ ખુબ મજબૂત છે. ગામમાં એક્સિસ અને એચડીએફસી જેવી મોટી બેંકોની શાખાઓ પણ છે.
અહીંના લોકો આર્થિક રીતે સ્વતંત્ર અને સુરક્ષિત જીવન જીવે છે.
ગામડામાં સારા રસ્તા, સ્વચ્છ પાણી, પાર્ક, શાળા, અને મંદિર જેવી સુવિધાઓ છે.
માધાપર ગામની સંપન્નતા અને વિકાસે તેને માત્ર ભારતનું જ નહીં પરંતુ એશિયાનું સૌથી અમીર ગામ બનાવી દીધુ છે.