Shardiya Navratri 2024: નવરાત્રીમાં ગુજરાતના આ 7 મંદિરોની મુલાકાત ચોક્કસ લો

ગુજરાત એ ભારતનું દરિયાકાંઠાનું રાજ્ય છે, જે તેના અસંખ્ય મંદિરો માટે પ્રખ્યાત છે. નવરાત્રિમાં મુલાકાત લેવા માટે કેટલાક લોકપ્રિય દેવી મંદિરો વિશે જાણીએ.

અંબાજી માતાનું મંદિર જે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત એક શક્તિપીઠ છે. પૌરાણિક કથાઓ અનુસાર, દેવી સતીનું હ્યદય અહીં પડ્યું હતું.

ગુજરાતના દ્વારકામાં 12મી સદીમાં સ્થાપિત રૂકમણી દેવી મંદિર, જેને દેવી રૂકમણીનું ઘર માનવામાં આવે છે.

વારાહી માતાજીનું મંદિર, વારાહી દેવીને સમર્પિત ભાવનગર જિલ્લામાં આવેલું છે. દેવીને દૂર્ગાનું એક સ્વરૂપ માનવામાં આવે છે.

કાળકા માતાજીનું મંદિર એ બીજું પૂજનીય મંદિર છે જે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ટેકરી પર આવેલું છે.

ભરૂચ શહેરમાં સ્થિત નર્મદા માતાજીનું મંદિર આવેલું છે. તે નર્મદા દેવીને સમર્પિત છે અને એક પ્રાચીન મંદિર માનવામાં આવે છે.

ઉમિયા માતાજીનું મંદિર એ દેવી ઉમિયાનું ઘર છે, અને તે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે.

આશાપુરા માતાનું મંદિર એ ગુજરાતના સૌથી નોંધપાત્ર મંદિરોમાંનું એક છે, અને તે કચ્છમાં આવેલું છે. આશાપુરા માંને તે રાજ્યની કુળદેવી માનવામાં આવે છે.