યુરિક એસિડની સમસ્યા હોય તો આ 5 વસ્તુનું સેવન ટાળવું, બાકી વધી જશે પરેશાની

યુરિક એસિડ

યોગ્ય ખાન-પાન ન હોવાને કારણે શરીરમાં યુરિક એસિડની સમસ્યા વધી જાય છે.

તેવામાં કેટલીક વસ્તુનું સેવન કરવામાં ધ્યાન રાખવાનું હોય છે. યુરિક એસિડમાં કેટલીક વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ.

આ ફૂડ્સના સેવનથી શરીરમાં પ્યુરીનની માત્રા વધી જાય છે, જે યુરિક એસિડની સમસ્યા વધારે છે.

હાઈ યુરિક એસિડની સમસ્યામાં આ પાંચ વસ્તુનું સેવન કરવાથી બચવું જોઈએ.

મીટ અને સી ફૂડ

હાઈ યુરિક એસિડમાં મીટ અને સી ફૂડ ખાવાથી બચવું જોઈએ. તે હાઈ યુરિક એસિડના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

સ્ટીવ ડ્રિંક

આ દરમિયાન મીઠી વસ્તુ અને સ્વીટ ડ્રિંક્સથી બચવું જોઈએ. કોલ્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક્સ અને પેક્ડ જ્યુસ સુગરથી ભરપૂર હોય છે, જે હાનિકારક સાબિત થાય છે.

દારૂ

દારૂમાં પ્યુરીનની માત્રા ભરપૂર હોય છે. તેના સેવનથી તમારૂ યુરિક એસિડ વધી જાય છે.

પ્રોટીન

હાઈ પ્રોટીનવાળી વસ્તુથી દૂર રહો. તેમાં પ્યુરીનની માત્રા વધુ હોય છે, જે તમને નુકસાન પહોંચાડે છે.

જંક ફૂડ

યુરિક એસિડની સમસ્યામાં જંક ફૂડ કે પ્રોસેસ્ડ ફૂડ્સમાં પ્યુરીનની માત્રા વધુ હોય છે, જે તમારી સમસ્યા વધારી શકે છે.

Disclaimer:

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.