આખો દિવસ દોડધામ કર્યા પછી રાતના સમયે શરીર સખત થાક અનુભવે છે.
આખા દિવસના થાકને જો તમે દુર કરવા માંગો છો તો હુંફાળા પાણીમાં ફટકડી ઉમેરી પગને શેક કરો.
ટબ કે બકેટમાં હુંફાળુ પાણી ભરો અને તેમાં ફટકડી ઉમેરી દો. હવે આ પાણીમાં પગ રાખો.
આમ કરવાથી પગની ગંદકી સાફ થશે, બદબૂ દુર થશે અને થાક પણ ઉતરશે.
રોજ રાત્રે આ કામ કરવાથી તમને ઊંઘ પણ સારી આવશે.
ફટકડીના પાણીથી પગ ધોવાથી શરીરનો થાક ઉતરી જાય છે.
પગમાં દુખાવો રહેતો હોય તેમના માટે પણ આ ઉપાય લાભકારી છે.