સુગર સહિત 7 બીમારીઓને ખાક કરી શકે છે આ ઝાડની છાલ, આયુર્વેદમાં પણ છે ઉલ્લેખ

અર્જુનનું ઝાડ

આયુર્વેદમાં અર્જુનનના ઝાડની છાલનું ખુબ મહત્વ છે. તે આયુર્વેદિક ઔષધીનો ઉપયોગ ઘણા રોગની સારવાર કરવા માટે કરવામાં આવે છે.

ઉપયોગ

એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીહાઇપરટેન્સિવ ગુણોથી ભરપૂર અર્જુનની છાલ આ બીમારીઓમાં મદદ પહોંચાડી શકે છે.

શરદી-ખાંસી

આ છાલનું પાણી કંજેશનથી રાહત આપે છે અને ફેફસાને હેલ્ધી બનાવે છે. શરદી-ખાંસીમાં તે ફાયદાકારક છે.

અર્જુનની છાલ

અર્જુનની છાલના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે.

હાઈ બીપી

તેમાં રહેલ એન્ટીહાઇપરટેન્સિવ ગુણ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

હાર્ટની સમસ્યા

અર્જુનની છાલમાં ટ્રાઇટરપેનોઇડ નામનું ખાસ રસાયણ હોય છે, જે હાર્ટ રોગના ખતરાને ઘટાડે છે.

પાચનતંત્ર

અર્જુનની છાલનું પાણી પીવાથી પાચનતંત્ર સારૂ થાય છે. તેનાથી કબજીયાતની સમસ્યા થતી નથી.

ડાયાબિટીસ

તેમાં રહેલ અંઝાઇમ્સ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

શ્વાસની બીમારી

અસ્થમા જેવી શ્વાસ સાથે જોડાયેલી બીમારીમાં રાહત આપવા માટે અર્જુનની છાલ ફાયદાકારક છે.