યુરિક એસિડ વધવાથી લોકોએ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. યુરિક એસિડ એક કેમિકલ છે જે શરીરમાં પ્યુરીન નામના પદાર્થના તૂટવાથી બને છે.
શરીરમાં યુરિક એસિડનું લેવલ વધવા પર આપણી કિડની તેને ફિલ્ટર કરી શકતી નથી, જેથી તે જામવા લાગે છે. યુરિક એસિડ વધતા સાંધામાં દુખાવો, કિડનીમાં પથરી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
એવી ઘણી વસ્તુ છે તેનું સેવન કરી તમે યુરિક એસિડના લેવલને ઘટાડી શકો છો. અમે તમને એક વસ્તુ વિશે જણાવીશું.
યુરિક એસિડની સમસ્યા થવા પર કેળાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કેળામાં પોટેશિયમ હોય છે. સાથે પ્રોટીન અને પ્યુરીનની માત્રા ઓછી હોય છે.
તેમાં રહેલું પોટેશિયમ શરીરમાં યુરિક એસિડના ક્રિસ્ટલને બનવા દેતું નથી. જો શરીરમાં યુરિક એસિડના ક્રિસ્ટલ બનેલા છે તો કેળાના સેવનથી તે તૂટવા લાગે છે.
આ સિવાય કેળામાં પાણીની માત્રા ખુબ વધુ હોય છે. શરીરમાં પાણીની માત્રા વધવા પર યુરિક એસિડનું લેવલ ઓટોમેટિક ઓછું થવા લાગે છે.
કેળામાં ફાઇબર અને વિટામિન સીની માત્ર વધુ હોય છે, જે યુરિક એસિડને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.
યુરિક એસિડનું લેવલ ઘટાડવા માટે જરૂરી છે કે તમે દિવસભરમાં 1-2 કેળાનું સેવન જરૂર કરો.
કેળા ખાવા સમયે ધ્યાન રાખો કે તેનું સેવન સવારે ખાલી પેટ અને રાતના સમયે ન કરો.