જામફળને જો યોગ્ય રીતે ખાવામાં આવે તો તે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.
સુકી ઉધરસ અને ગળાના ઈંફેકશનમાં જામફળ દવાની જેમ અસર કરી શકે છે.
ખાસ કરીને એક દેશી ઈલાજ છે જેનો ઉપયોગ વર્ષોથી થાય છે.
શિયાળામાં જામફળને ઘીમાં શેકીને ખાવાથી ગળાના દુખાવા અને બળતરાથી રાહત મળે છે.
જામફળમાં કેલેરી ઓછી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
જામફળમાં ભરપુર માત્રામાં વિટામિન સી હોય છે જે ઈંફેકશનને મટાડે છે.
જામફળમાં ફાઈબર વધારે હોય છે જે કોલેસ્ટ્રોલને વધતું રોકવામાં પણ મદદ કરે છે.
ઘીમાં શેકેલું જામફળ ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.