શિયાળામાં ઈમ્યુનિટી નબળી પડી જાય છે. ઠંડીના કારણે નાની-મોટી બીમારીઓ પણ વધી જાય છે.
શિયાળામાં આમળા ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. આમળા શરીરને ફાયદો પણ કરે છે.
પણ આમળા 5 લોકોએ ભુલથી પણ ખાવા નહીં.
એસિડિટીની સમસ્યા રહેતી હોય તેમણે આમળા ખાવા નહીં. તેનાથી એસિડિટી વધે છે.
જેમને સર્જરી કરાવવાની હોય તેમણે 2 અઠવાડિયા પહેલાથી જ આમળા ખાવાનું ટાળવું જોઈએ.
જે લોકોનું બ્લડ શુગર લો રહેતું હોય તેમણે પણ આમળા ખાવા નહીં.
જે લોકોને રક્ત સંબંધિત બીમારી હોય તેમણે પણ આમળા ખાવાનું ટાળવું જોઈએ.
જે લોકોની સ્કિન ડ્રાય રહેતી હોય તેમણે પણ આમળા ખાવા નહીં. તેનાથી ડ્રાયનેસ વધે છે.